1. તમારે મંદિરમાં પ્રવેશ ન કરવો.
2. જાહેર તળાવ - નદીના પાણીને પણ પીવાનું નહીં.
3. પાછળ સાવરણા બાંધવાના અને ગળામાં પહેરેલા પાત્રમાં જ થુંકવું.
4. તમારી પત્ની - દિકરીને રાજા તેમજ બ્રાહ્મણોની ગમે તે પ્રકારની સેવા કરવા મોકલવી
5. જમીન ખેડી નહીં શકો માટે શાકભાજી મળશે નહીં એટલે કાં તો ભૂખે મરો કાં તો માંસાહાર કરો.
6. ગામના છેવાડે ગંદકીથી ભરેલા વિસ્તારમાં રહો.
7. પૈસા કમાવા હોય તો જે કામ કોઈ કરવા તૈયાર ન હોય તે કામ કરવું પડશે.
8. અને હા તમે કુતરા - બીલાડા કે ગાય - ભેંસ જેવા પશુઓ કરતા પણ નીચ છો એ યાદ રાખવું.
9. તમે ધન સંગ્રહ નહીં કરી શકો. અને જો તમારી પાસે ધન હશે તો બ્રાહ્મણ એ ધન બળપુર્વક છીનવી લેશે.
10. અને આવું નર્કથી પણ બદતર જીવન 5000 વર્ષો સુધી જીવ્યા બાદ એક એવા બાળકને જન્મ આપો જે તમામ ધાર્મિક નિયમોનો બહિષ્કાર કરીને પોતાના લોહીનું પાણી કરીને ભણે અને તમારા માટે લડે.
બસ, આટલું કરો અને પછી અનામત મેળવો.
સાહેબ, અનામત એ અમને મળેલ કોઈ ભીખ નથી, પણ અમારા પૂર્વજોએ વહાવેલ આંસુઓ તથા લોહીના વળતર સ્વરૂપે મળેલ અધિકાર છે.
મહેરબાની કરીને હવે ક્યારેય કોઈ ન કહેશો કે અનામત એ મફતમાં મળેલી છે. એની અમે બહુ મોટી કિંમત ચૂકવી આપી છે.
- વાળા પ્રતિક
No comments:
Post a Comment