મને મારા શબ્દોનો સહકાર નથી મળતો,
શોધું છું પ્રકાશમાં અંધકાર નથી મળતો.
તમને તો મળતા હશે મારી જેવા ઘણાં,
મને મારા જેવો કોઈ બિમાર નથી મળતો.
ગીતા, કુરાન વાંચીને થાક્યા છે બધા,
શોધે છે છતાં કોઈને સાર નથી મળતો.
બે પાંચ ફરિયાદ કરવી છે ખુદા તારી તને,
તું નથી મળતો ને તારો દરબાર નથી મળતો.
'પ્રતિક' બેઠો છું હું શબ્દોનો હાથ ઝાલીને,
મુજ નિરાધારને બીજો આધાર નથી મળતો.
- પ્રતિક
શોધું છું પ્રકાશમાં અંધકાર નથી મળતો.
તમને તો મળતા હશે મારી જેવા ઘણાં,
મને મારા જેવો કોઈ બિમાર નથી મળતો.
ગીતા, કુરાન વાંચીને થાક્યા છે બધા,
શોધે છે છતાં કોઈને સાર નથી મળતો.
બે પાંચ ફરિયાદ કરવી છે ખુદા તારી તને,
તું નથી મળતો ને તારો દરબાર નથી મળતો.
'પ્રતિક' બેઠો છું હું શબ્દોનો હાથ ઝાલીને,
મુજ નિરાધારને બીજો આધાર નથી મળતો.
- પ્રતિક
No comments:
Post a Comment