મારી ખુદ્દારી ને ખુમારીને લલકારતા નૈ,
હું મૌન છું તો મૌન રહેવા દો, મને પડકારતા નૈ.
ભીતર ભર્યો છે એની યાદોનો બારુદ,
જો જો તમે તણખો પણ સળગાવતા નૈ.
હાથ ઝાલો કોઈનો તો વિચારીને ઝાલઝો,
મહોબ્બતના મધદરિયે કોઈને તરછોડતા નૈ.
ખુદાને આવવું હશે તો આવશે એની મેળે,
વારે ઘડીએ બીચારાને પોકારતા નૈ.
સુવા દેજો નિરાંતે 'પ્રતિક' મને મારી કબરમાં,
જો જો એનું નામ લઈને જગાડતા નૈ.
- પ્રતિક
No comments:
Post a Comment