તારા ન હોવાનો જ્યારે અણસાર લાગે છે,
મારા હોવાપણાંનો પણ મને ભાર લાગે છે.
આ તમારા ધર્મગ્રંથો મુબારક હો તમને બધા,
મને તો પ્રેમ માત્ર સઘળાંનો સાર લાગે છે.
દિવસ રાત મને ઉંહકારા સંભળાયા કરે છે,
મારી ભીતર નક્કી કોઈ બિમાર લાગે છે.
મોત મળતુંય નથી ને આવતુંય નથી,
ખુદા તને પણ તો મારી દરકાર લાગે છે.
'પ્રતિક' એની રાહ જોવાની જીંદગીભર,
એને વિચારવામાં ઘણી બધી વાર લાગે છે.
- પ્રતિક
No comments:
Post a Comment