Sunday, 5 June 2016

કેમ છો ?

કેમ છો ? મજામાં તો છો ને ?
હા, હું આજેપણ ચાહું છું તને.

તારી યાદો સાથે અને થોડાક આંસુ સાથે,
હું જીવું છું તારા માટે ને તું તારા પતિ સાથે.

એક સત્ય આજે સમજી ચૂક્યો છું,
કે તને હદબારો પ્રેમ કરી ચૂક્યો છું. 

સારું છે કે એક અફસોસ નથી,
મારી જેમ તું એકલી પડી નથી.

આમ તો સઘળાં સપનાઓ દફનાવી નાખ્યા છે,
પણ એ પ્રેત બની પાછા મને વળગી આવ્યા છે.

એક સપનું હતું તારા જેવી એક દિકરીના બાપ બનવાનું, 
સ્વર્ગ આખું એ મારી વ્હાલી ઢીંગલીના પગમાં ધરવાનું.

પણ હવે લાગણીઓનો પ્રદેશ વેરાન બન્યો છે,
પણ તો યે મારી ભીતર એક બાપ જીવતો રાખ્યો છે.

હા, હું એ ઢીંગલીનો બાપ છું,
અને સાથોસાથ મા પણ છું.

હા, "મારી ભીતર એક મા જીવે છે",
એ કહેતા મારું પુરુષત્વ દીપે છે.
- પ્રતિક

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...