સંબંધોના સમીકરણો ગણતાં શીખુ છું,
દોસ્ત, હું તો હજુ જીંદગીને જીવતાં શીખુ છું.
કોઈ અલ્લાહને નમે તો કોઈ ઈશ્વરને નમે,
અરે હું તો હજુ પોતાને જ નમતાં શીખુ છું.
- દોસ્ત○
કોઈની રડતી આંખોને છાની રાખીને,
હું તો ઈશ્વરની ઈબાદત કરતાં શીખુ છું.
- દોસ્ત○
તારી યાદોનું ઝેર નસે નસમાં રાખીને,
જીંદગીના બધાય ઝેર ઝીરવતા શીખુ છું.
- દોસ્ત○
લાગણીઓની કલમ ને ઈચ્છાઓની શાહીથી,
'પ્રતિક' એમ પોતાને જ લખતાં શીખુ છું.
- દોસ્ત○
- પ્રતિક
દોસ્ત, હું તો હજુ જીંદગીને જીવતાં શીખુ છું.
કોઈ અલ્લાહને નમે તો કોઈ ઈશ્વરને નમે,
અરે હું તો હજુ પોતાને જ નમતાં શીખુ છું.
- દોસ્ત○
કોઈની રડતી આંખોને છાની રાખીને,
હું તો ઈશ્વરની ઈબાદત કરતાં શીખુ છું.
- દોસ્ત○
તારી યાદોનું ઝેર નસે નસમાં રાખીને,
જીંદગીના બધાય ઝેર ઝીરવતા શીખુ છું.
- દોસ્ત○
લાગણીઓની કલમ ને ઈચ્છાઓની શાહીથી,
'પ્રતિક' એમ પોતાને જ લખતાં શીખુ છું.
- દોસ્ત○
- પ્રતિક
No comments:
Post a Comment