Wednesday, 1 June 2016

બંધ કર

મારા સપનાઓને રગદોળવાનું બંધ કર,
આંખ ખુલી ગઈ છે હવે તું ચોળવાનું બંધ કર.

મરણ મારું જેવું છે તેવું જ સારુ લાગે છે મને,
મારી કબરને હવે તું શણગારવાનું બંધ કર.

મારું જે પણ હતું એ આપી દીધું છે ખુદા,
ખાલે ખાલી મારા ખિસ્સા ફંફોસવાનું બંધ કર.

વાસનાના પ્રેમ લગ્ન સુધીના જ હોય છે,
મારો પ્રેમ પૂરો થયો એ માનવાનું બંધ કર.

આ હ્રદય તો આજે પણ તારી રાહ જોવે છે,
પ્રેમ કરતી જ હોય તો રાહ જોવડાવવાનું બંધ કર.
- પ્રતિક

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...